નવજીવનની પત્રકારત્વ કૉર્સની વિશેષતા :
- ક્રાઇમ રિપોર્ટિંગ ક્ષેત્રે ત્રણ દાયકાનો અનુભવ ધરાવનારા પ્રશાંત દયાળ નવજીવન સંચાલિત પત્રકારત્વ કૉર્સના નિયામક છે. માનવીય સંવેદનાને ઝંઝોળતી ‘જીવતી વારતા’ અને ગુજરાતના ક્રાઇમ જગતનાં તેમનાં લખાણો અદ્વિતીય લેખાય છે. આ પત્રકાર-લેખક પાસેથી વિદ્યાર્થીઓને ક્રાઇમ રીપોર્ટિંગ અંગે સચોટ માર્ગદર્શન મળી શકશે.
- વર્તમાન સમયે ફોટોગ્રાફીનું મહત્ત્વ વધ્યું અને વિસ્તર્યું છે. સ્માર્ટ ફોનના કારણે આજે બધા પાસે કૅમેરા આવી ગયો છે, પણ ફોટોગ્રાફી માટે નોખી દૃષ્ટિ હોવી જરૂરી છે. ફોટોગ્રાફીના વિવિધ પાસાનું પ્રશિક્ષણ આપશે ગુજરાતના જાણીતા ફોટોગ્રાફર વિવેક દેસાઈ.
- પત્રકારત્વનું ફલક સતત વિસ્તરી રહ્યું છે. નવા સમય સાથે નવાં માધ્યમો પણ ઉમેરાયાં છે, જેમાં વેબ જર્નાલિઝમ અને ડિજિટલ મીડિયા મુખ્ય છે. ઉપરાંત, નવજીવન પોતાનું પ્રિન્ટિંગ હાઉસ ધરાવે છે જેથી પ્રિન્ટિંગ ટૅક્નૉલૉજીથી પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરાવશે.

અભ્યાસક્રમની પ્રાથમિક રૂપરેખા :
- ભાષાસજ્જતા
- પત્રકારત્વની ભાષા
- મુલાકાત વિશે : અખબારી અને ટેલિવિઝન મુલાકાત
- રેડિયોનો ઇતિહાસ અને વર્તમાન
- બ્લોગ અને ડિજિટલ જર્નાલિઝમ,
- રાજકીય રિપોર્ટિંગ
- ક્રાઇમ અને પોલીસ રિપોર્ટિંગ
- પાણી અને હેલ્થ રિપોર્ટિંગ
- મુદ્દા આધારિત રિપોર્ટિંગ
- વક્તૃત્વકળા
- ઓડિયો-વિઝ્યુઅલ અંગે પાયાની સમજણ
- તસવીરકળા અને પત્રકારત્વ
- ભારતનું બંધારણ
- ગાંધીજી અને પત્રકારત્વ
- ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ
- સામાજિક મુદ્દાઓ
- વર્તમાન સમયની માનસિક સમસ્યાઓ
- સ્વૈચ્છિક સંસ્થાઓની કામગીરી
- ગુજરાતના રાજકીય પ્રવાહો
- ગુજરાતનાં રાજકીય-સામાજિક આંદોલનો
- આઝાદીની લડતનો ઇતિહાસ
- દેશના રાજકીય પ્રવાહો
- રાજકીય-સામાજિક વિચારધારા
- ફિલ્મ અને તેની સમજ
- ડૉક્યુમેન્ટરી અને ચર્ચા
- અનુવાદકળા
- પ્રિન્ટિંગ ટૅક્નૉલૉજી
- ઍડવર્ટાઇઝિંગ અને પબ્લિક રિલેશન
- કાર્ટૂનકળા
- ટૅક્નૉલૉજીના આધુનિક પ્રવાહો—પડકારો
- ઉદારીકરણ અને વિકાસ—અર્થશાસ્ત્રની દૃષ્ટિએ 32. ગત્ બે દાયકાના પત્રકારત્વના પ્રવાહો
- દેશનાં યુદ્ધો વિશે
- આંતરરાષ્ટ્રીય પ્રવાહો
- બજેટ – શૅરબજાર
- માનવ-અધિકાર
- થિએટર્સ વિશે પાયાની સમજ
- મહત્ત્વનાં સામયિકો
- રિપોર્ટિંગના અસાધારણ અનુભવો
- પ્રિન્ટિંગ ટૅક્નૉલૉજી અને લે-આઉટ
- ઇન્ટર્નશીપ : વિવિધ અખબારો – સામયિક – ન્યૂઝ પૉર્ટલ, ન્યૂઝ ચૅનલ્સ, સ્વૈચ્છિક સહકારી સંસ્થા
અભ્યાસક્રમ :
- શિક્ષણ કાર્યનો આરંભ : જુલાઈ-ઑગસ્ટ
- દિવસ : સોમથી શુક્રવાર(અઠવાડિયામાં પાંચ દિવસ)
- સમય : સાંજે 5:00 વાગ્યાથી 6:30 સુધી
- ફી : વાર્ષિક રૂપિયા 40,000
- માધ્યમ : ગુજરાતી
- શૈક્ષણિક લાયકાત : 12 પાસ